રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 માર્ચ 2017 (07:34 IST)

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

સોમનાથ મહાદેવના દર્શને દેશના મોટા ગજાના રાજકારણીઓ શીશ ઝુકાવવા માટે આવતા થયા છે. પીએમ મોદી અને અમિત શાહ બાદ હવે ભાજપની મહિલા પાંખની લીડર સહિત સ્મૃતિ ઈરાની પણ ગુરૂવારે સોમનાથ મંદિરે દર્શનાર્થે આવી પહોંચી હતી. તેમણે મહાદેવના દર્શન કરીને આરતી પણ ઉતારી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શન કરવાથી બેડો પર થાય છે અને આજે હું જે કઈ પણ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. 

સ્મૃતી ઈરાની દર વર્ષે સોમનાથ મહાદેવને શીશ જુકાવવા આવે છે, ત્યારે આ વર્ષ પણ પતિ જુબેર ઈરાની સાથે સોમનાથ મહાદેવને શીશ જુકાવી આરતીમાં જોડાયા અને સોમનાથ મહાદેવને જલાભિષેક કરી આશિષ મેળવ્યા હતા. જ્યારે સ્મૃતિ ઈરાનીએ સોમનાથ સમુદ્રના દર્શન કરી લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. આજે હું જે કઈ પણ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શન કરવાથી બેડો પાર થય જાય છે અને હું આજે જે કઈ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. જો કે યુપી ચૂંટણી મુદ્દે સવાલોના જવાબ આપવાનું સ્મૃતિ ઈરાનીએ ટાળ્યું હતું.