1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2017 (14:45 IST)

અમિત શાહના ભાષણ મુદ્દે વિરોધ કરતાં કોંગ્રી ધારાસભ્યો સસ્પેન્ડ કરાયાં

વિધાનસભા સત્રના અંતિમ દિવસે આજે એમ. બી. શાહ તપાસ પંચ અને અમિત શાહના ભાષણ મુદ્દે વિરોધ નોંધાવી રહેલાં કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના દેખાવો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જસ્ટીસ એમ. બી. શાહ તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ પછી પણ ગૃહમાં ઉભા થઈ મૌન દેખાવો કરી રહેલા કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહની બંને બેઠકોની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

બજેટ સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં આજે સવારની પ્રથમ બેઠકમાં વિપક્ષના કોંગ્રેસના તમામ સભ્યો ગૃહમાં લખાણવાળા લાલ, વાદળી, જાંબલી રંગના ગાઉન પહેરીને આવ્યા હતા અને દેખાવો કર્યા હતા. ગૃહમાં કાર્યવાહીના પ્રારંભમાં જ વિપક્ષી સભ્યોના દેવાખો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ઉભા થઈ એમ. બી. શાહ તપાસ કમિશનનો 5000થી વધુ પાનાનો 20 થી 22 વોલ્યુમમાં અહેવાલ વિધાનસભા ગૃહના મેજ પર મુકવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 'આ અહેવાલના વોલ્યુમ વિધાનસભા સચિવાયને સુપ્રત કરેલા છે. કોંગ્રેસના સભ્યોને બહાર કરાયા બાદ ગૃહરાજ્ય મત્રી પ્રદીપસિંહે ઉભા થઈ ગૃહમાં અધ્યક્ષની વારંવારની વિનંતી છતાં કોંગ્રેસના સભ્યોએ વિચિત્ર પ્રકારના આવરણ પહેરીને દેખાવો કર્યા છે. ગુજરાતની 6 કરોડની જનતા તેમને જોઈ રહી છે આગામી દિવસોમાં 2017માં કોંગ્રેસનો સફાયો થવાનો છે. ગૃહની કાર્યવાહી ચાલવા દેવામાં તેમને કોઈ રસ નથી. પ્રદીપસિંહે બંને સેશન માટે કોંગ્રેસના તમામ ધારાભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરતા ભૂપેન્દ્રસિંહે તેને સમર્થન આપ્યું હતું. જેને સર્વાનુમતે મંજૂર કરાતા આજે અંતિમ દિવસે ગૃહમાં વિપક્ષની ગેરહાજરી જ રહેશે.