શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 મે 2017 (16:47 IST)

માલગઢ ગામની મહિલાઓ હવે ઘૂંઘટ પ્રથામાંથી મુક્ત બની

બનાસ નદીના કિનારે વસેલા 20 હજારની વસ્તી વાળા માલગઢ ગામમાં ગાયત્રી પરિવાર દ્વારા એક અનોખો પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અહીં થોડા દિવસ પહેલાં પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રધ્ધાના ચરણપીઠની સ્થાપના કરાઇ હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હરિદ્વાર શાંતિકુંજના કાર્યકરો ગોવિંદ પાટીદાર, કિર્તન દેસાઇ, કિરણભાઇ પટેલ અને અમરનાગ વગેરે માલગઢ આવ્યા હતા અને સંગ્રામસિંહ સોલંકીના ફાર્મમાં રોકાયા હતા. જ્યાં તેમણે ઘૂંઘટ પ્રથા જોઇ હતી.  જેમાં પરિવર્તન જરૂરી જણાતાં આ અંગે સમજ અાપી અને અભિયાન શરૂ થયું. ગામના અલગ- અલગ 16 પરિવારોની મુલાકાત લઇ મહિલાઓને ઘૂંઘટ પ્રથામાંથી મુક્ત કરાવવા શપથ પણ લેવડાવ્યા.

પરિવારજનો પણ ઘૂંઘટ પ્રથામાંથી મુક્ત કરાવવા સંમત થયા. જેમાં ગામના નાથાજી સોલંકી, મોહનભાઇ માળી, મોહનભાઇ પઢિયાર, ભરતભાઇ માળી સહિતના લોકોએ ઘૂંઘટ પ્રથામાંથી મહિલાઓને બહાર લાવવા સંકલ્પ કર્યા. જ્યારે લક્ષ્મણસિહ ગુલાબસિંહ સોલંકીના પરિવારની 35 મહિલાઓ સહિત 100થી 150 મહિલાઓ હવે ધીરે-ધીરે ઘૂંઘટ પ્રથામાંથી બહાર આવી સામાજિક પરિવર્તનની દિશામાં પગરણ માંડશે. નારીને કલ્યાણીના રૂપમાં જોવાય છે. દેવીઓની પૂજા થાય છે ત્યારે બીજી તરફ નારીઓ ને ઘૂંઘટ (બંધન)માં રાખો છો. વહુને દીકરી તરીકે સ્વીકારતા નથી. તો દીકરી અને પિતાના સંબંધો કેવી રીતે બનશે. મર્યાદા જાળવો, પણ આજીવન કારાવાસ શા માટે?  મારા લગ્ન ત્રણ વર્ષ અગાઉ જ રેખા સાથે થયા છે. અમારા સમાજમાં વડીલોની આમાન્યા રાખવા ઘુંઘટ પ્રથા હતી. આ કાર્યક્રમ પછી અમારામાં પરિવર્તન આવ્યું છે.