શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (12:29 IST)

ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના પુત્રનું અમેરિકામાં હૃદયરોગના હૂમલાથી નિધન થયું

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલનું હાર્ટ એટેકના કારણે અમેરિકામાં નિધન થયુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલ અમેરિકાના ડલ્લાસ શહેરમાં રહેતા હતાં. પ્રવિણ પટેલની ઉંમર 60 વર્ષ હતી. કેશુભાઇના પુત્રનું નિધન થતાં તેમના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. જ્યારે રાજકીય અગ્રણીઓ પણ પ્રવિણ પટેલના આત્માની શાંતિ માટે શોક સંદેશ આપી રહ્યાં છે.

કેશુભાઇ પટેલને સંતાનમાં પાંચ પુત્ર અને એક પુત્રી છે. કેશુભાઇના પત્ની લીલાબેનનું 21 સપ્ટેમ્બર 2016ના રોજ ગાંધીનગર ખાતે તેમના ઘરે શોર્ટ સર્કિટના કારણે મૃત્યુ થયુ હતું.  કેશુભાઈના 60 વર્ષીય પુત્ર પ્રવીણ પટેલના અવસાન બાદ તેમની અંતિમવિધિ અમેરિકામાં જ કરવામાં આવશે. નાદુરસ્ત તબિયતને કારણે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ તેમના પુત્રની અંતિમવિધિ માટે અમેરિકા નહીં જઈ શકે. જ્યારે અંતિમવિધિમાં તેમના ભાઇ ભરતભાઇ સહિત પરિવારજનો અમેરિકામાં જશે.PM નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને દીકરાના નિધન પર શોક વ્યક્ત કર્યો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈ સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી