શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (15:24 IST)

સુરતમાં ત્રણ નવજાત બાળકીઓના નામ GST પરથી રખાયાં

ગુજરાતમાં GSTનો ભારે વિરોધ થયો અને ખાસ કરીને સુરતના વેપારીઓએ આ વિરોધને આખા દેશમાં ચર્ચિત કર્યો ત્યારે એક કૌતુક સભર બાબત સુરતમાં જોવા મળી છે. સુરતમાં કંચન પટેલ નામની એક મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હતો. તેણે આ બાળકીઓનું નામ પણ GST પરથી રાખ્યું છે. આ મહિલાએ પોતાની દીકરીઓના નામ રાખ્યા છે, ગર્વી, સાંચી અને તાર્વી. કંચન પટેલ નામની આ મહિલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીએસટી- વન ટેક્સ, વન નેશનથી અમે પ્રભાવિત થયા છીએ અને અમે અમારી દીકરીઓના નામ તે રીતે રાખ્યા છે.આ પહેલા 30 જૂનની રાતે રાજસ્થાનમાં જન્મેલા એક બાળકનું નામ પણ જીએસટી રાખવામાં આવ્યુ હતુ. છત્તીસગઢના વૈકુંટપુરમાં એખ જુલાઈના રોજ જન્મેલી બાળકીનું નામ જીએસટી રાખવામાં આવ્યુ હતુ.