ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2017 (15:31 IST)

આંદોલનકારીઓને ખરીદવા ભાજપે 500 કરોડ ફાળવ્યા: હાર્દિક

પાટીદાર આંદોલનકારીઓમાં ભાગલા પડાવવાનો ભાજપનો પ્લાન ફ્લોપ જતાં હવે હાર્દિકે ભાજપ પર નિશાન તાક્યું છે. હાર્દિકે ઉપરાછાપરી ત્રણ ટ્વીટ્સ કરતા ભાજપને સંભળાવવા ઉપરાંત તેના પર આક્ષેપ પણ કર્યા છે. પાટીદાર આંદોલનના નેતાએ આક્ષેપ કર્યો છે કે, સત્તા સામે ચાલી રહેલા આંદોલનકારીઓને ખરીદવા માટે ભાજપે 500 કરોડ રુપિયાનું બજેટ લગાવ્યું છે.

મને સમજ નથી પડતી કે, વિકાસ કર્યો છે તો પછી ખરીદદારી કેમ કરવી પડી રહી છે? અન્ય એક ટ્વીટમાં હાર્દિકે જણાવ્યું છે કે, ગુજરાતની જનતા એટલી પણ સસ્તી નથી કે ભાજપ તેને ખરીદી લેશે. ગુજરાતની જનતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની જનતા આ અપમાનનો બદલો લેશે. તેણે લખ્યું છે કે, ભાજપ સામે હું જ નહીં, ગુજરાતની છ કરોડ જનતા લડી રહી છે. વેપારી, ખેડૂત, તમામ સમુદાય અને મજૂરો ભાજપની તાનાશાહીથી પરેશાન છે.મહત્વનું છે કે, ભાઈબીજના દિવસે જ એક સમયે હાર્દિક પટેલના ખાસ ગણાતા રેશમા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. એટલું જ નહીં, ભૂતકાળમાં પાટીદાર આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવનારા રેશમા અને વરુણે હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. જોકે, તેના પ્રતિભાવમાં હાર્દિકે પણ કહ્યું હતું કે, મને કોંગ્રેસનો એજન્ટ કહેનારા આજે 14 પાટીદાર યુવકોની હત્યા કરાવનારી પાર્ટીના એજન્ટ બની ગયા.. સમાજ સાથે દ્રોહ કરનારાઓને સમાજ ક્યારેય માફ નહીં કરે.