અમદાવાદના આ 10 થિએટર્સમાં પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે ‘પદ્માવત’
‘પદ્માવત’ ફિલ્મનો ભલે ગમે તેટલો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો હોય, બસો સળગી રહી હોય, બસોના કાચ ફૂટી રહ્યા હોય, પોલીસ ઓફિસરોને ધક્કે ચઢાવી રહ્યા હોય, પરંતુ આ મામલે ગુજરાત પોલીસ પણ વિરોધીઓને છોડવાની નથી, તે આજની સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માની પ્રેસ કોન્ફરન્સમાં ખબર પડી ગઈ હતી. અમદાવાદના નિકોલમાં તો રાજહંસ થિએટરમાં પણ શનિવારે તોડફોડ કરવામાં આવી હતી, પરંતુ આટઆટલા વિરોધ છતા અમદાવાદના 10 થિએટર્સમાં આ ફિલ્મ રીલિઝ થવાની છે. SRPની 10 પ્લેટૂન અને 10 PSIની તૈનાતી વચ્ચે આ ફિલ્મ અમદાવાદના 10 થિએટર્સમાં રીલિઝ કરવામાં આવશે.
થિએટરોની સુરક્ષા માટે વધારાની ફોર્સ ફાળવવામાં આવી છે. સંજય લીલા ભણશાલી દિગ્દર્શિત અને દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે. અમદાવાદના આ 10 થિએટર્સમાં ‘પદ્માવત’ પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે.
રાજહંસ સિનેમા,
PVR,સિટી ગોલ્ડ,
એક્રોપોલીસ સિનેમા,
ડ્રાઇવ ઈન સિનેમા,
હિમાલયા મોલ,
આલ્ફા 1
સિનેપોલીસ,
કે સેરા સેરા,
મુક્તા સિનેમા,
સિનેમેક્સ