બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (16:59 IST)

રાજ્યમાં ૧૫,૩૯૫ કૃષિ વિષયક જોડાણો ધરાવતા ખેડૂતોને બે મોટર કનેકશન અપાયા

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના કિસાનોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી હેતુ માટે એક જ જોડાણ ઉપર બે મોટરો આપવાની જાહેરાત કરી છે. તે અન્વયે ૧૫,૩૯૫ કિસાનોને આ લાભ અપાયા છે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં કૃષિ વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને બે મોટરો વાપરવાની છૂટ આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી તેનો રાજ્ય સરકારે અમલ કર્યો છે અને એક જ સર્વે નંબર પર બીજી મોટરનું કનેકશન તથા બાજુના સર્વે નંબર પર પણ કનેકશન અથવા કનેકશન પર લોડ વધારીને બીજી મોટર વાપરવાની સવલત આપવામાં આવે છે. તા.૩૧.૧૨.૨૦૧૭ સુધીમાં રાજ્યભરમાંથી ૧૫,૬૩૪ અરજી મળી હતી તેમાં ૪૬૪૭ કનેકશન માટે મોટર વાપરવાની અરજી હતી. તેમાંથી ૩૬૦૩ કનેકશન આપી દીધા છે, ચાર બાકી છે તે ટેસ્ટીંગ રીપોર્ટના લીધે પેન્ડીંગ છે. જે સત્વરે અપાશે. તેમજ લોડ વધારવા માટે ૧૦,૯૮૭ અરજી હતી તેમાંથી ૧૦,૭૫૨ અરજીનો નિકાલ કરી દેવાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.