બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 17 માર્ચ 2018 (12:28 IST)

નર્મદાનું પાણી ચોરાય નહીં તે માટે સરકારે પોલીસનો પહેરો ગોઠવ્યો

ગુજરાતનું જળસંકટ દિવસે દિવસે વિકટ બની રહ્યું છે. એક તરફ ગત ચૂંટણીમાં સરકારે નર્મદાના નામે રેલીઓ કાઢી હતી અને પાણીનો વેડફાટ કર્યો હતો. ત્યારે વિધાનસભા ગૃહમાં પણ વિપક્ષ સરકાર સામે જળસંકટને લઈ આક્રમક થઈ રહ્યો છે. ત્યારે હવે પાણી બચાવવા માટે સરકારના હવાતિયાં નજરે પડી રહ્યાં છે. ખેડૂતો ખેતી માટે પાણી મેળવવા કંઈ પણ કરી શકે છે. કારણ કે તે પોતાના પાકને બચાવવા પાણી વિના રહી શકતો નથી. ત્યારે નર્મદાનું પાણી સરકારના માથાનો દુખાવો બનતો જાય છે. આ બાબતે સરકાર સફાળી જાગી છે. 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાથી ખેડૂતો નારાજ થયા છે અને આંદોલન તરફ વળ્યાં છે ત્યારે રાજ્યમાં ખેડૂતો ચોરી કરેશે તો જેમની સામે પગલાં ભરવા પોલીસે પાણી પર પહેરો ગોઠવ્યો

રાજ્યમાં આવેલી મુખ્ય કેનાલોપર આશરે 900 જેટલાં SRP જવાનો તૈનાત કરી દેવાયા છે. સરદાર સરોવર નર્મદા બંધ આજે ગુજરાતની જીવાદોરી બની છે ત્યારે પાણી પણ પારસ બની ગયું છે અને જેની ચોરી ના થાય એ માટે જેની રખેવાડી માટે SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે જેમાં નર્મદા ડેમની સુરક્ષા કરે છે, નર્મદા કેનાલ ના વિસ્તારમાં 45 કિમિ માં 750 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા કરે છે. જયારે કેનાલો પર 5 પીઆઇ, 10 પીએસઆઇ 735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાંનર્મદા મુખ્ય કેનાલ થી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર, વિસ્તારોમાં સુરક્ષા કરે છે. જયારે ધાગંધ્રાખાતે 1પીઆઇ, 2 પીએસઆઇ,અને 111જવાનો મળી 120 સુરક્ષા કર્મચારીઓ કામ કરે છે. આમ કેનાલો પર સુરક્ષા કર્મી ઓ તપાસ કરશે। કે કોઈ પાણી લઇ રહ્યા છે કે નહિ. આ બાબતે કેવડિયા SRP ના DYSP એલ.પી.ઝાલા એ જણાવ્યું હતું કે સરકાર ની સૂચના પ્રમાણે કેનાલો પર સુરક્ષા કરે છે અને જે હાલ 15 માર્ચ પછી કેનાલ માંથી સિંચાઈ માં પાણી લેવા પર મનાઈ ફરમાવી છે ત્યારે નર્મદા નિગમ ના અધિકરીઓ સાથે રહી જો કોઈ ખેડૂત બકનળી થી પાણી લેતા ઝડપાસે તો નિગમ ના અધિકારી ફરિયાદી બનશે અને જેની સામે ફરિયાદ પણ નોંધાઈ શકે છે. અમે માત્ર સુરક્ષા કરીએ છે અત્યાર સુધી કોઈ કેશ આવ્યો નથી.