અમદાવાદમાં શાળાની મનમાની સામે વાલીઓનો વિરોધ, ફી ભરવા વિદ્યાર્થીઓને ધમકી આપતા હોવાનો આરોપ
અમદાવાદના વસ્ત્રાલની યુનાઈડેટ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓના હલ્લાબોલની સામે શાળા સંચાલકો ઝુક્યા છે. શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં સંચાલકોએ સરકારી નિયમ મુજબ ફી વસુલવાની ખાતરી આપતા કેટલાક વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે, તો કેટલાક વાલીઓમાં હજુ પણ અસંતોષ છે. આ સાથે જ જો સમિતિ ફી વધારો કરે તો વધારાની ફી ભરવા પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે. ફી નિયમનના કાયદા બાદ પણ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની ઓછી થવાની જગ્યાએ વધી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલી એલ.પી.સવાણી સ્કૂલે વાલીઓને ફી ભરી જવા ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. પત્રમાં 19 માર્ચ સુધી વાલીઓને ફી ભરી જવા કહેવાયું છે. ફી નહીં ભરનાર વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી છે.