શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 નવેમ્બર 2018 (12:52 IST)

દાહોદ પોલીસને જાણ કર્યા વિના જ કર્ણાટકની પોલીસ સોની વેપારીને ઉઠાવી ગઈ?

દાહોદ જિલ્લાના ગરબાડા ગામના એક વેપારીને ચોરીના ઘરેણા,સોનુ,ચાંદી ખરીદ કરવાના આક્ષેપ સહ કર્ણાટક પોલીસે બારોબાર ઝડપી લેતા પંથકમાં ભારે આક્રોશ સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.કર્ણાટકમાં જ થયેલી કેટલીક મોટી ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ દાહોદ પંથકના હોવાનું બહાર આવ્યુ હતુ. તેની સાથે તેઓએ પોલીસની પૂછપરછમાં ચોરીના સોના-ચાંદીના ઘરેણા દાહોદ જિલ્લાના ગરબાડાના એક વેપારીને વેચ્યુ હોવાનુ જણાવતાં  કર્ણાટક પોલીસ તેને સાથે રાખી ગરબાડા ખાતે સીધી પહોંચી હતી. 

જે તે સ્થાને પહોંચેલી કર્ણાટક પોલીસે અત્રે કોઈપણ સ્થાનિક પોલીસને પણ જાણકારી આપી ન હતી. અલબત્તે તેમને જાણ કર્યા વગર કે સોનીને  અટક કર્યા હોવાનું કહ્યા વગર બારોબાર તેને લઇને કર્ણાટક ઉપાડી લઇ ગઇ હોવાની વાતો બહાર આવતા સોની આલમમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ બાબતે ચોકી ઉઠેલા સ્થાનિકોએ દાહોદ પોલિસ અને ગરબાડાના સંબંધિતોને જાણ કરતા તેઓને આ સંબંધે કોઈ માહિતી ન હોવાનુ જણાવ્યુ હતુ. બીજી તરફ ગરબાડાના વેપારીને લઈ ગયેલ પોલીસની શોધખોળ કરવામાં આવી હતી.પપ્પુ નામની એક વ્યક્તિ  ૧૦ થી ૧૨ કિલો સોનુ વેચવા આવ્યો હતો.  તેને કર્ણાટક પોલીસે ઝડપી પાડ્યો છે. કારણ ગમે તે હોય પણ ગરબાડાના આ બનાવે અનેક રહસ્યના જાળા ગુંથ્યા છે.