પોલીસમાં તાકાત હોય તો ભાજપની રેલીમાં જોડાયેલા હેલ્મેટ વિનાના બાઈક સવારોને દંડ કરી બતાવેઃ વલસાડના અપક્ષ ઉમેદવાર
માત્ર નબળા લોકોને કાયદાનો ડર બતાવીને પોલીસ શું સાબિત કરવા માંગે છે. એ ક્યારેય નથી સમજાતું. ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ બે મોટા પક્ષની રેલીમાં જોડાયેલા બાઈક સવારોને પોલીસે ક્યારેય દંડ નથી ફટકાર્યો, પરંતુ વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતાં પહેલાં એક બાઈક રેલી યોજી અને રેલીમાં જોડાયેલા બાઈક સવારોને પોલીસે દંડ્યા. અહીં પોલીસનું બેવડું વલણ સાફ સાબિત થાય છે કે પોલીસમાં ભાજપ કે કોંગ્રેસની સામે બોલવાની કે તેમને દંડવાની સહેજ પણ હિંમત નથી.
પોલીસ માત્ર સામાન્ય અને નબળા લોકોને જ કાયદાનો ડર બતાવીને દંડવા માગે છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થઇ ગઇ છે ત્યારે ઉમેદવારો રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવા માટે નીકળી પડ્યા છે. જોકે, અપક્ષ તરીકે ઉમેદવારી ભરવા માટે નીકળેયાલા એક ઉમેદવાર સાથે ન વિચાર્યું હોય એવી ઘટના બની હતી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે નીકળેલા અપક્ષ ઉમેદવાર દીપક કુરાડા સહિત રેલીમાં સામેલ હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ટ્રાફિક પોલીસે દંડ વસુલ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપક કુરાડા ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.તેઓ વાપીથી પોતાના સમર્થકો સહિત આશરે 200થી વધારે બાઇક સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા.જોકે, સેલવાસામાં ટ્રાફિક પોલીસે રેલીને અટકાવી હતી. અને હેલમેટ વગર બાઇક ચલાવનાર દિપક કુરાડાને દંડ ફટકાર્યો હતો.