બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (13:13 IST)

લોકસભા ચૂંટણી 2019- વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારનો ચોકીદાર તેમનો ટેકેદાર બનશે

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ સમયે તેમના ટેકેદાર તરીકે જયેશ પટેલ નામના ચોકીદાર તેમની સાથે હાજર રહેશે. વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં હું ચા વાળોના મુદ્દો બનાવીને ચૂંટણી જીતી હતી. અને તે વખતે મોદીએ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી કરતી વખતે ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યો હતો. જ્યારે આ વખતે મૈં ભી ચોકીદારના મુદ્દે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે વડોદરામાં ચોકીદાર તરીકે નોકરી કરતા જયેશ પટેલને હાજર રાખશે. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વિટ કરતા લખ્યું છે કે, ચોકીદાર મારો સમર્થક રહેશે. આજે હું વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મારૂ ઉમેદવારી પત્ર ભરવા માટે જઇ રહી છું, મૈં ભી ચોકીદાર મુહિમને સાર્થક કરવા માટે ચોકીદાર જયેશ પટેલ મારા સર્મથક બનશે. નરેન્દ્ર મોદીએ એક ચા વાળાને પોતાનો સમર્થક બનાવ્યો હતો.