મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (18:27 IST)

"હવા છોડવા" પર બોસ સામે કેસનો અજબ કિસ્સો

ઑસ્ટ્રેલિયામાં બોસ પર સતત 'હવા છોડવા'ની સતામણીનો આરોપ
ઑસ્ટ્રેલિયામાં એક એન્જિનિયરે તેમના સુપરવાઇઝર દ્વારા સતામણી કરવા માટે વારંવાર તેમના પર પાદવાનો આરોપ મુકયો હોવાનો અજબ કિસ્સો સામે આવ્યો છે.ડેવિડ હિંગ્સ્ટે આરોપ મૂક્યો છે કે એમના પૂર્વસહકર્મી ગ્રેગ શૉર્ટ દિવસમાં છ વાર એમની તરફ ફરીને હવા છોડતા હતા.
તેમનું કહેવું છે કે સુપરવાઇઝર એમને નોકરીમાંથી હટાવવા ઇચ્છતા હતા અને તેના માટે જ તેઓ આવી હરકત કરતા હતા.
તેમણે આ મામલાને લઈને ગત વર્ષે એમની કંપની પર 90 લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો. જોકે, અદાલતે આ દાવો એમ કહીને નકારી કાઢ્યો કે આ ડરાવવા-ધમકાવવાનો મામલો નથી.
હિંગ્સ્ટે અદાલતના આ નિર્ણયને પડકાર્યો છે અને એ વિશે હવે શુક્રવારે નિર્ણય લેવામાં આવનાર છે.
માનસિક યાતના
56 વર્ષના ડેવિડ હેંગ્સ્ટનું કહેવું છે કે તેમના પૂર્વ સુપરવાઇઝરની આ હરકતથી એમને ઘણી માનસિક પીડા વેઠવી પડી છે.
તેમણે સમાચાર સંસ્થા ઑસ્ટ્રેલિયન ઍસોસિએટેડ પ્રેસને કહ્યું કે હું દીવાલની સામે મોં કરીને બેસતો હતો અને તેઓ ઓરડામાં આવીને હવા છોડીને જતા રહેતા. ઓરડો ખૂબ જ નાનો હતો અને એમાં બારી પણ નહોતી.
હિંગ્સટના કહેવા મુજબ તેઓ દિવસામં પાંચથી છ વાર આવું કરતા હતા.
જોકે, શૉર્ટે આરોપોનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે જો આવું થયુ હોય તો પણ તે ઇરાદાપૂર્વક નહોતું.