શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ઑક્ટોબર 2020 (14:04 IST)

અરબ સાગરમાં પ્રેશર સક્રિય થતાં વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે શુક્રવારે મોડી રાત્રે ગુજરાતમાં ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. વિભાગે ચેતાવણી જાહેર કરતાં આગામી પાંચ દિવસમાં ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગના ગુજરાતના નિર્દેશક જયંત સરકારે જણાવ્યું કે અરબ સાગરમાં એક વેલમાર્ક લો પ્રેશ સક્રિય થયો છે જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આશંકા છે. આ ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. 
 
પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગના અનુસાર શનિવારથી આગમી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદના અણસાર છે. દક્ષિણ ગુજરાતમાં ખાસકરીને ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. ગુજરાતના નિર્દેશક જયંત સરકારે જણાવ્યું કે ભારે વરસાદની સંભાવનાને જોતાં માછીમારીને દરિયો ન ખેડવાની ચેતાવણી આપવામાં આવી છે. પોર્ટ પર 3 નવેમ્બરના રોજ સંકેત લાગૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ફરી વરસાદના અનુમાન બાદ રાજ્યના ખેડૂતો ચિંતિત થઇ ગયા છે.  
 
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના અનુમાન અનુસાર 17 ઓક્ટોબરના રોજ પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. 
 
18 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, કચ્છ તથા દીવ-દમણમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 19 ઓક્ટોબરના રોજ ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંધ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે તો બીજી તરફ 20 ઓક્ટોબરના રોજ આણંદ, ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.