શનિવાર, 5 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 4 એપ્રિલ 2025 (12:50 IST)

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

manoj shashi dharmendra
manoj shashi dharmendra
Manoj Kumar Death: અનુભવી ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનુ 87 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.  અભિનેતાએ મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ ક ઉમારને દેશભક્તિથી ભરેલી ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન માટે ઓળખવામાં આવતા હતા.  મનોજ કુમારે હિન્દી સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. પણ તેમણે પોતાના સમકાલીનોની તુલનામાં ખૂબ ઓછી ફિલ્મો કરી છે. એક જૂના ઈન્ટરવ્યુમાં સુભાષ કે ઝા સાથે વાત કરતા મનોજ કુમારે કહ્યુ કે તેઓ ધર્મેન્દ્ર અને શશિ કપૂર જેવા લાલચી વ્યક્તિ નથી. 
 
મનોજ કુમારની અંતિમ અભિનય ભૂમિકા 1995 ની ફિલ્મ મૈદાન-એ-જંગ માં હતી અને તેમના નિર્દેશનમાં અંતિમ ફિલ્મ 1999માં જય હિન્દ હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તેમણે અનેક વર્ષોથી કોઈ ફિલ્મ કેમ નથી કરી તો તેમણે કહ્યુ  હુ એક અભિનેતાના રૂપમાં પણ ફિલ્મો માટે લાલચી નથી. જ્યારે મારા સમકાલીન ધર્મેન્દ્ર અને શશિ કપૂરે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યુ, મે મારા આખા કરિયરમાં મુશ્કેલીથી 35 ફિલ્મો કરી છે.  
 
મનોજ કુમારની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં શહીદ(1965), ઉપકાર  (1967), પૂરબ ઔર પશ્ચિમ (1970), અને રોટી કપડા ઔર મકાન (1974) સામેલ છે. આવી ફિલ્મો સાથે તેમના જોડાણને કારણે અભિનેતાને વ્યાપક રૂપે ભારત કુમાર પણ કહેવામાં આવતા હતા.   
 
જો કે જ્યારે તેમના પસંદગીના પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ 1972માં આવેલી ફિલ્મ 'શોર'. આ એક માણસ અને તેના પુત્ર વિશે હતી. તેમણે વાતચીતમાં બતાવ્યુ હતુ મને યાદ છે કે મે 'ગુડ્ડી' માં જયા ને જોયા બાદ તેમને સાઈન કરવા માટે ગયો હતો. 
 
મે તેમણે કહ્યુ કે શોર એક પિતા અને પુત્ર વિશે છે. પુત્ર બોલી નથી શકતો અને પિતા તેને સાંભળવા માટે તરસે છે. પણ જે દિવસે પુત્ર બોલે છે તો પિતા સાંભળી નથી શકતા. આવી સ્ટોરી પર કોઈ ભારતીય ફિલ્મ બની નહોતી અને આ એકમાત્ર ફિલ્મ હતી જેને મે નિર્દેશિત કરી હતી. જેમા મારુ નામ ભારત નહોતુ.  
 
તેમણે આગળ કહ્યુ હતુ, મેં ક્યારેય પણ નિર્દેશક બનવાનો ઈરાદો નહોતો કર્યો. મે અજાણતા જ નિર્દેશક બની ગયો. જ્યારે શહીદ દરમિયાન મને અનૌપચારિક રૂપે ફિલ્મનુ નિર્દેશન કરવુ પડ્યુ. પછી લાલ બહારુદ શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો. આ રીતે મે ઉપકાર બનાવી. તેમણે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને આપ્યો હતો.  
 
મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ કે તેમના પિતા અને દિગ્ગજ અભિનેતા 2 થી 3 અઠવાડિયાથી બીમાર ચાલી રહ્યા હતા. સારવાર માટે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  
 
ગુરૂવાર-શુક્રવારની રાત્રે 3:30 વાગે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને જણાવ્યુ કે કેટલાક સંબંધીઓની રાહ જોઈ રહ્યા છે. તેથી મુંબઈમાં શનિવારે સવારે 11 વાગે તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે.