મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (23:11 IST)

પ્રેમિકા સહન ન કરી શકી પ્રેમીની જુદાઇનો ગમ, ભર્યું ખૌફનાક પગલું

સુરતમાં પાંચ દિવસ પહેલાં પ્રેમીની હત્યા થયા બાદ તેનો ગમ સહન ન કરી શકનાર પ્રેમિકાએ પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. પ્રેમી-પ્રેમિકા બંને લિવ ઇનમાં રહેતા હતા. પરંતુ પાંચ દિવસ પહેલાં જ તેના પ્રેમીની તેના જ મિત્રએ ચાકૂ મારીને હત્યા કરી દીધી છે. ત્યારબાદ તે એકલી થઇ ગઇ. અંતે તેણે મોતને ગળે લગાવી દીધું. 
 
મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત ક્ષેત્રમાં લાલચંદ નામના યુવકનું પડોશમાં રહેતા સંતોષ નિકમ સાથે ઝઘડો થયો હતો. જોકે લાલચંદ ગત ઘણા સમયથે લિવ ઇન રિલેશનમાં એક યુવતી સાથે રહેતો હતો. લાલચંદ સાથે ઝઘડાની અદાવતમાં સંતોષને તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. પાંચ દિવસ પહેલાં સંતોષ ખૂની થઇ ગયો તે લાલચંદ પાસે આવ્યો અને ચાકૂ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો. 
 
પ્રેમીની હત્યા થયા બાદ પ્રેમિકા એકલી થઇ ગઇ હતી. તે તેનું દુખ સહન કરી શકતી ન હતી. તેણે ગત રાત્રે જ ઘરના રસોડામાં પ્લેટફોર્મ પર ચડીને દુપટ્ટા વડે ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો. પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.