શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (17:55 IST)

સુરતના એક ફોટોગ્રાફરે દાખવી માનવતા, કેમેરો વેચીને કરાવી અનાથ બાળકીની સરાવાર

સુરતના એક દંપતિએ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સરુતના વરાછા વિસ્તારમાં રહેતા લિંબાચિયા દંપતિ એક એવી બાળકીનું લાલન પાલન કરી રહ્યાં છે. જેણે 9 મહિના પહેલા તેનો આખો પરિવાર ગુમાવ્યો છે. આ દંપતિએ માસૂમ હેનીની સારવાર માટે ના માત્ર વ્યાજે રૂપિયા લીધા, પરંતુ તેમના ઘરનો સામાન પણ વેચ્યો છે.
 
9 મહિના પહેલા ઘરમાં આગ લાગવાથી માસૂમ હેનીનો આખો પરિવાર ખતમ થયો હતો. આ દૂર્ઘટનામાં 45 દિવસની હેની મોઢાના ભાગે દાઝી હતી. ત્યારબાદ લિંબાચિયા દંપતિએ આ અનાથ બાળકીને સ્વિકારી લીધી અને સારવાર કરાવી ફરીથી સુંદર બનાવી દીધી છે. તેના માટે દંપતિએ ના માત્ર વ્યાજે રૂપિયા લીધા, પરંતુ તેમના ઘરનો ઘણો સામાન પણ વેચી દીધો છે.
 
નિલેશ વ્યાવસાયે એક ફોટોગ્રાફર છે અને સ્ટૂડિયો ચલાવે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં હેનીને લઇને ઘણી હોસ્પિટલ ફર્યા અને તેની સારવાર કરાવી હતી. તેમણે હેનીને સારવાર માટે તેમનો કેમેરો અને ઘરનો ઘણો સામાન પણ વેચી દીધો છે. હેનીના લાલન પાલન કરનાર નિલેશ લિંબાચિયાનું કહેવું છે કે, આ બાળકી આજે તેમના માટે બધુ જ છે.
 
નીલેશે જણાવ્યું હતું કે, આ બાળકી તેના માતા-પિતાની સાથે સુરતના મોટા વરાછાની નજીક રહેતી હતી. 16 જાન્યુઆરી તેઓના ઘરમાં આગ લાગવાથી હેનીના પિતા ભાવેશ કોલાડિયા, તેમની પત્ની, પુત્ર અને પુત્રીનું મોત થયું હતું. તે સમયે હેની દોઢ મહિનાની હતી. જ્યારે તેનો માતા પિતા અને મોટા ભાઇનો સાથ છૂટી ગયો હતો.