સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 જૂન 2023 (09:33 IST)

આગામી 5-6 કલાક ગુજરાત માટે ભારે, રાહત કમિશનર આલોક પાંડે નું નિવેદન

The impact of the storm was seen in Jamnagar city:
રાહત કમિશનર આલોક પાંડે નું નિવેદન પ્રમાણે આગામી 5-6 કલાક ગુજરાત માટે ભારે થશે. કાલે પણ કચ્છ માં 2 કલાકમાં 78 મિમી વરસાદ થયો હતો. વાવાજોડું પાકિસ્તાન બોર્ડર માં પહોંચ્યું ગયુ છે અને તેની ઝડપ પણ ધીમે થઈ ગઈ છે. જે કચ્છ ગુજરાત માટે રાહતના સમાચાર છે. 
 
940 ગામો માં વીજપોલ ધરાશયી થયા. 
524 વૃક્ષ ભોયભેગા 
22 લોકો ને ઇજા, કોઈ જાનહાની નહિ 
 
કચ્છ માં ભારે વરસાદ ચાલુ
આવતીકાલ થી વીજળી ચાલુ કરવાની
કામગીરી શરૂ કરાશે
. પાટણ અને બનાસકાંઠા માં અતિ ભારે
વરસાદ થશે. 
આવતીકાલ થી જ નુકશાની નો સર્વે - અંદાજ શરુ કરાશે
ભુજ તેમજ માધાપરમાં ભારે પવનથી કેબીનો ફંગોળાઈ...
માધાપરના લોકલ બોર્ડ પાસે ભારે પવનથી નાસ્તાની કેબીન પડી...
ભુજના મઢુંલી પાસે પવનથી 3 કેબીનો ફંગોળાઈ
 
કચ્છના અનેક  વિસ્તારોમાં ભારે વરસાદ
ગાંધીધામમાં 8 ઇંચ વરસાદ
ભુજમાં 6 ઇંચ વરસાદ નોંધાયો
અંજાર-મુન્દ્રમાં 5 ઇંચ વરસાદ વરસ્યો
ભચાઉ-માંડવીમાં અઢી ઇંચ વરસાદ 
નખત્રાણા 2 ઇંચ અબડાસા દોઢ ઇંચ વરસાદ
રાપર એક ઇંચ જયારે લખપતમાં માત્ર 4 MM 
છેલ્લા 24 કલાક (6 થી 6) દરમિયાન નોંધાયો વરસાદ