મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (10:58 IST)

પાકિસ્તાન માટે જાસૂસી કરનાર યુવક ગોધરાથી ઝડપાયો

એનઆઇએની ટીમે સોમવારે મોડી રાત્રે એક સફળતા મળી. ગોધરામાં પાકિસ્તાની આઇએસઆઇ (ઈન્ટર-સર્વિસિઝ ઇંટેલિજેન્સ)ને દેશની સુરક્ષા સંબંધિ ગોપનીય અને મહત્વપૂર્ણ જાણકારી આપનાર એક યુવકની એનઆઇએએ ધરપકડ કરી છે. તે યુવક ગોધરમાં રિક્શા ચલાવતો હતો. સાથે જ બોર્ડર પાર કપડાંના વેપારના નામે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. જ્યારે તેના ઘરે રેડ પાડવામાં આવી તો તેના ઘરેથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા જેને એનઆઇએસએ જપ્ત કરી લીધા. એનઆઇએએ કહ્યું કે આ કેસ એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ છે.  
 
એનઆઇએની ટીમે સોમવારે મોડી રાત્રે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીને પકડી લીધો. એનઆઇએની એક ટીમે તેની પૂછપરછ શરૂ કરી છે. એનઆઇએની ટીમ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે ઇમરાન ગિટેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો મુખ્ય આરોપી હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ માટે કામ કરી રહ્યો હતો. ઇમરાન યાકૂબ ગિલેટી ગોધરાનો રિક્શા ચાલક છે અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. 
 
એનઆઇએના અધિકારીઓનું કહેવું છે કે આ કેસ એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ એકનું છે. જેમાં ભારતીય નૌસેનાના જહાજો અને સબમરીનની અવરજવર અને રક્ષા પ્રતિષ્ઠાનોના સ્થાન વિશે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી એકત્ર કરવા અને પાકિસ્તાનને તમામ જાણકારી મોકલવા માટે પાકિસ્તાનથી ભારતમાં એજન્ટોની કરવામાં આવતી હતી. 
 
દેશની સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ જાણકારીઓ પાકિસ્તાનના આઇએસઆઇને આપી હતી. તેના બદલામાં એક સહયોગી બેંક એકાઉન્ટના માધ્યમથી પૈસા મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં 15 જૂનના એનઆઇએ દ્વારા 14 આરોપીઓ વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. જાસૂસીમાં ઇમરાન ગિટેલીની મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી. ઇમરાન ગુલેટીના ઘરે રેડ પાડી એક ડિજિટલ ઉપકરણ અને મહત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કર્યા અને તેની તપાસ આગળ હૈદ્વાબાદ લઇ જવામાં આવી.