શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (16:52 IST)

સ્થાનિક સ્વરાજમાં SC-ST અનામતમાં કોઈ ફેરફાર નહીં, OBCને 27 ટકા અનામતની ભલામણ

local body election
local body election
રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં SC, ST, OBC માટે 50 ટકા અનામતની ભલામણ કરી
પેશા એક્ટવાળા જિલ્લા, તાલુકામાં 10 ટકા અનામતની ભલામણ કરાઈ
 
ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં OBC અનામત મુદ્દે આજે જાહેરાત કરવામાં આવી છે. ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને ST અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. 
 
સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યો
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં SC, ST, OBC માટે 50 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે અગાઉ OBC માટે જે 10 ટકા બેઠકો હતી તે યથાવત્ રહેશે. પેશા એક્ટવાળા 9 જિલ્લા 61 તાલુકામાં વસ્તી પ્રમાણે બેઠક અને જિલ્લા, તાલુકામાં 10 ટકા અનામતની ભલામણ કરાઈ છે.ગુજરાતમાં OBC અનામતને લઈને સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યો છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં OBC બેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે 27 ટકા OBC અનામતની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હવે સરકારે ઓબીસી અનામત અંગે જાહેરાત કરી દેતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે. 
 
13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો
સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કૉંગ્રેસે ઓબીસી બચાવો આંદોલન શરૂ કર્યુ હતું.