શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (10:31 IST)

NRI કપલના લગ્નના બદલે ઉઠી અર્થી

rtcbus catch fire
આફ્રિકી દેશ કેન્યાની રાજધાની નેરોબીમા રહેતા કપલ સાથે મુંબઈની હોટલમાં દર્દનાક મોતની ઘટના બની હતી. મુંબઈની ગેલેક્સી હોટલમાં રવિવારે લાગેલી જે આગમાં ત્રણ લોકોના મોત થયા હતા તેમાં માંડવીના રામપર ગામના મૂળ નિવાસી 28 વર્ષીય એનઆરઆઈ કિશન હલાઈ અને તેની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયા સામેલ હતા. ગેલેક્સીમાં લાગેલી આગમાં આ કપલ પણ જીવતું સળીને દર્દનાક મોત પામ્યું હતું.
 
કિશન હાલાઈ અને વેકરિયાના પરિવારો રામપર ગામના છે. હોટલના ત્રીજા માળે રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી, જેમાં કિશન હાલાઈ (28), રૂપલ વેકરિયા (25) અને અન્ય એક વ્યક્તિ કાંતિલાલ વારા (50)નું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં રૂપલની માતા મંજુલાબેન (49), બહેન અલ્પા (19), અને એક અસલમ શેખ (48) ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
 
સરપંચના જણાવ્યા અનુસાર, કિશન અને રૂપલના પરિવાર ઘણા વર્ષો પહેલા વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમના મૂળ સાથે જોડાયેલા રહ્યાં હતાં. તેઓના પૈતૃક મકાનો હજુ પણ રામપર ગામમાં છે. કિશન અને રૂપલની સગાઈ થઈ હતી અને તેઓ નૈરોબી પહોંચ્યા પછી ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં. તેઓ તેમના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે ઘણા વર્ષોથી નૈરોબીમાં રહેતાં હતાં. કિશન, રૂપલ અને તેમના પરિવારજનો લગભગ એક મહિના પહેલા કિશનના નાનાના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા હતા.