1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વલસાડઃ , સોમવાર, 28 ઑગસ્ટ 2023 (15:29 IST)

વાપીમાં સગી દીકરીને પિતાએ હવસનો શિકાર બનાવી, પુત્રીએ માતાને જણાવતાં ભાંડો ફૂટ્યો

સમાજમાં બાપ અને દીકરીના પ્રેમને લાંછન લગાવતો કિસ્સો વાપીમાં પ્રકાશમાં આવ્યો છે. ઉદ્યોગપતિ પિતાએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. દીકરીએ હિંમત કરીને તેની માતાને તમામ હકીકત જણાવતાં હવસખોર પિતાનો ભાંડો ફૂટી ગયો હતો. દીકરીના વાત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવતીની માતાએ વાપી પોલીસ મથકમાં દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર દીકરીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે  મૂળ રાજસ્થાનના અને હાલ વાપી ખાતે રહેતા ધનાઢ્ય પરિવારની દીકરીને સગા પિતાએ પીંખી નાખી છે. દીકરી જ્યારે 13 વર્ષની હતી ત્યારે હેવાન પિતાએ તેની પર નજર બગાડી હતી. ત્યાર બાદ આ નરાધમ ઘરે એકલતાનો લાભ લઈ પોતાની જ પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. પિતાના ત્રાસથી કંટાળીને દીકરીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. ત્યાર બાદ દીકરીને લઈને માતા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં દીકરીને સાથે રાખી માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી હવસખોર પિતાની અટકાયત કરી છે. વાપી પોલીસે યુવતીનું નિવેદન નોંધીને યુવતીનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.