ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 8 મે 2023 (18:52 IST)

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો

fire in Subordinate Service Selection Board
fire in Subordinate Service Selection Board
ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પહેલે માળે આગ લાગી છે. જેમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો. તેમાં ઓફિસમાં કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. તથા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે.

કર્મયોગી ભવનની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ લગાતા GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આવ્યું છે. જેમાં હસમુખ પટેલે જણાવ્યું છે કે સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી. પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ છે, ત્યાં ફર્નીચર બળ્યું છે. તથા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. તેથી સ્ટ્રોંગ રુમમા કોઈ તકલીફ નથી. તથા એવા કોઈ અગત્યના ડોક્યુમેન્ટ હોય એવુ હાલ જાણવા મળ્યું નથી.

કર્મયોગી ભવનના બ્લોક-2 માં પહેલે માળે લાગી આગ લાગવાના સમાચાર મળતા જ તરત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ એ માહિતી મેળવી શકાઈ નથી કે આ આગ કેવી રીતે લાગી હતી. પરંતુ ફાયર વિભાગે થોડા સમયની અંદર જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. અચાનક આગ ફાટી નીકળતા દોડાદોડી થઇ ગઈ હતી. આગ લાગવાની ઘટના બનતા તરત જ ઓફિસમાંથી કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા.