મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (12:29 IST)

જૂનાગઢમાં સિંહણે એક સાથે 5 સિંહબાળને આપ્યો જન્મ, 1 વર્ષમાં જન્મેલા સિંહબાળની સંખ્યા 24 પર પહોંચી

જૂનાગઢ સક્કરબાગમાં ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. અગાઉ પણ આ સિંહણે 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.
 
આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO એ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે.
 
ડી નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે.