શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (14:09 IST)

રાહુલ ગાંધીએ જ્યાં ચિંતન શિબિર યોજી એ દ્વારકામાં કોંગ્રેસના એક હજાર મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પબુભા માણેકની સરખામણી અમદાવાદના નામચીન ગુંડા લતીફ સાથે કરી હતી. જેને લઈ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. ધારાસભ્ય પબુભા માણેકના મતવિસ્તારના રૂપેણ બંદરના કોંગ્રેસના 1000 મુસ્લિમ કાર્યકરોએ પબુભા માણેકની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને જવાબ આપ્યો છે.રૂપેણ બંદરના મુસ્લિમ કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું કે દરેક વખતે અમે કોંગ્રેસને મત આપીએ છીએ. તમે અહિં 35 વર્ષથી ધારાસભ્ય છો, ત્યારે અમને ક્યારેય કઈ તકલીફ નથી પડી, ત્યારે અમારા ધારાસભ્ય વિશે આવું બોલે તે ચલાવી ન લેવાય. જેથી કરીને અમે તમામ 1000 મુસ્લિમ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ છીએ.પબુભા માણેકે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અહિયા ચિંતન શિબિર પૂરી થયા બાદ કોંગ્રેસને ચિંતા કરવાની જરૂર છે. સમાજ અને સમર્થકોને મે કહ્યું હતું કે, તમારે જવાબ દેવાનો હોય તો શાંતિ રાખો એને રાજકારણની ભાષામાં જવાબ આપવાનો હોય જો કોંગ્રેસના નેતા અહીંયા ઉશ્કેરીને જાય તો તોફાન થાય તેથી શાંતિ રાખો.દ્વારકાના પૂર્વ ધારાસભ્યએ વધુમાં કહુ કે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાન એવા અર્જુન મોઢવાડિયાએ નામચિન ગુંડા લતીફ સાથે પબુભાનું પણ નામ આવે છે. ત્યારે લતીફ સાથે જો મને સરખાવવામાં આવે તો દરેક સમાજે કહ્યું કે, આનો જવાબ અમારે આપવો છે. જેને લઈ આજે કોંગ્રેસના 1 હજાર કાર્યકરો ભાજપમાં જોડાયા છે.વધુમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરી છે ત્યારે કોંગ્રેસ મુક્ત દ્વારકા થવાની તૈયારી થઈ ગઈ છે. આગામી આઠ દિવસમાં દ્વારકા કોંગ્રેસ મુક્ત થઈ જાશે. જેને ધરાર હોદ્દા આપ્યા છે તે જ કોંગ્રેસમાં હશે. આગામી 15 દિવસ અંદર તમે પણ જોજો પબુભા કોઈને બોલાવવા નથી જાતા પરંતુ પબૂભા વિશે તમે જે બોલ્યા છો તેને દરેક સમાજ વિરોધ કરી અને ભાજપમાં જોડાશે.