Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?
ગુજરાત સરકારના વરિષ્ઠ કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને જણાવ્યું કે તેમની સરકાર જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહોને પરત લાવવામાં તમામ મદદ કરી રહી છે.
તેમણે કહ્યું, "કેન્દ્ર સરકાર તેમના મૃતદેહોને અહીં લાવવામાં મદદ કરી રહી છે. ઉપરાંત આ હુમલામાં બે ઘાયલ લોકો જે હાલ અનંતનાગ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમને પણ મદદ આપવામાં આવી રહી છે. બાકીના જે ગુજરાતી પર્યટકો જે ત્યાં ફસાયા છે, તેમને સુરક્ષિત ગુજરાત લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે."