બુધવાર, 23 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 23 એપ્રિલ 2025 (09:22 IST)

Pahalgam Terror Attack આતંકી હુમલામાં વધુ બે ગુજરાતીઓના મોત

Harsh shangavi
પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. બે ગુજરાતી લોકોના મોત થયા છે

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન
કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ: હર્ષ સંઘવી
આંતકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ: હર્ષ સંઘવી
આ હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ થયા છે. જેમાં એક ગુજરાતી ગંભીર રીતે ઘાયલ છે. ચારેય વ્યક્તિ ભાવનગરનાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. 
જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન હોટ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યાલય સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. તમામ ગુજરાતી પ્રવાસીઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે આ હુમલામાં ભાવનગરના એક મુસાફર વિનુ ડાભી સહિત અન્ય કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

અલ્પેશ ડાભીએ જણાવ્યું કે ભાવનગર અને પાલીતાણાથી આશરે 20 લોકો પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા.
 
તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી ટ્રેનથી 16 એપ્રિલે મોરારીબાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા અને 29 એપ્રિલના દિવસે પાછા આવવાના હતા.
 
ભાવનગરના વિનુભાઈ ડાભીના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી અનુસાર વિનુભાઈ ડાભીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવારમાં હૉસ્પિટલ ખસેડાયા હતા.