પાકિસ્તાન ગધેડા વેચીને ગુજરાન ચલાવવા મજબૂર, ભિખારી કરaતા પણ વધુ ખરાબ સ્થિતિ’
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના PM મોદી અંગેના નિવેદનને લઈને દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. સી.આર. પાટીલે કહ્યું કે પાકિસ્તાન ભિખારી કરતા પણ વધારે ખરાબ સ્થિતિમાં આવી ગયું છે અને ગધેડાઓ વેચીને ગુજરાન ચલાવવા મજબુર બન્યું છે.સીઆર પાટીલે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખુબ જ કથળી ગઈ છે, ભિખારી કરતા પણ વધારે ખરાબ સ્થતિમાં તે આવી ગયું છે.
પોતાના વિદેશોમાં રહેલા વિદેશ મંત્રાલયના બિલ્ડીંગો પણ તે વેચી રહ્યું છે. પાકિસ્તાન તેના દેશના ગધેડાને વેચીને પણ ગુજરાન ચલાવવાનો પ્રત્યન કરી રહ્યું છે, એ જ બતાવે છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે અને તેના કારણો છે કે આંતકવાદીઓને પ્રોત્સાહિત કરવા, એમને આશરો આપવો, જેમ વિદેશ પ્રધાન જય શંકરજીએ કહ્યું કે સાપને ઘરમાં પાળશો તો ચોક્કસ ડંખ મારશે જ અને આ જ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. જેના કારણે પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો પણ વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આપણો પડોશી દેશ આર્થિક રીતે મજબૂત અને સમૃદ્ધ હોવો જોઈએ તે આપણી સંસ્કૃતિ કહે છે આપણી અપેક્ષા હોય છે પરંતુ કમનસીબે આપણો પડોશી દેશ આંતકવાદીઓને પ્રોત્સાહિત કરતો અને આર્થિક રીતે ક્ષીણ સ્થિતિમાં આવી ગયો છે ત્યારે વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને કોઈ મુદ્દો જ નથી મળતો ત્યારે દેશના પીએમ નરેન્દ્ર મોદી વિશે એલફેલ બોલવાનો જે પ્રત્યન કરે છે, જેના થકી લોકોને પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો જેવા નેતાઓ સામે ખૂબ જ તિરસ્કારની ભાવના આવે છે. વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો તેમના પરિવાર અને તેમની કરતૂતો વિશે દેશ અને દુનિયા જાણે જ છે. બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે. ત્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ આપેલા નિવેદનને પાકિસ્તાન અને ભુટ્ટોનો દેશમાં વિરોધ થઇ રહ્યો છે.