બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (12:11 IST)

ખેડૂતોને સાવચેત રહેવા ભાજપના પરબત પટેલ અને દિલીપ સાંઘાણીએ અપીલ કરી

ભાજપના જ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ વીમા કંપનીની અનિયમિતતાને ઉજાગર કરતા વીમા કંપનીઓ દ્વારા જ ખેડૂતોને અન્યાય થતો હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, મને ફરિયાદ મળી છે કે, વીમા કંપનીઓ કોરા ફોર્મ પર ખેડૂતોની સહી લઇને વીમો ચૂકવવામાં અનિયમિતતા થાય તેવા પ્રયાસ કરી રહી છે. બીજ બાજુ ભાજપના જ સાંસદ પરબત પટેલે પણ વીમા કંપનીઓ ખેડૂતોના ફોન ન ઉપાડીને અન્યાય કરતી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીને બારમણ ગામના એક ખેડૂતે ફરિયાદ કરી છે કે, તેમના ગામમાં વીમા કંપનીઓ ખેડૂતોને કોરા ફોર્મ આપે છે અને તેના પર કોઇ પ્રકારનું લખાણ લીધા વગર જ સીધી સહી લઇને તે ઉઘરાવે છે. કોરા ફોર્મમાં સહી લીધા પછી કોઇ વળતર ન આપે તે બાબતે શંકા રહે છે, કારણ કે ખેડૂતો સહી કરી લીધી હોવાથી કોઇપણ પ્રકારનો ખોટો રેકર્ડ ઊભો કરીને ખેડૂત સાથે અન્યાય થવાની શંકા રહે છે. પરબત પટેલે પણ વીમા કંપનીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપીને અન્યાય કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.