સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (10:58 IST)

વાલીઓ સાથે બાળકોએ પણ ડ્રેસ પહેરીને ડીઇઓ ઓફિસ સામે કર્યું વિરોધ પ્રદર્શન

ફીને લઇને સ્કૂલમાં વિવાદ વધતો જાય છે. શિક્ષણાધિકારી અને સરકાર પાસે ફરિયાદ કર્યા બાદ પણ વાલીઓની કોઇ વાત સાંભળવામાં આવતી નથી. મંગળવારે વાલીઓએ ડીઇઓ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. વાલીઓ સાથે બાળકો પણ ડ્રેસ પહેરીને હાથમાં બેનર્સ લઇને વિરોધમાં સામેલ થયા. 
 
વાલીઓનું કહેવું છે કે સ્કૂલો દ્વારા ટ્યૂશન ફી લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તેમછતાં એસડી જૈન મોર્ડન સ્કૂલમાં ફી જમા કરવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓ એફઆરસી દ્વારા નિર્ધારિત ફી ભરવા માટે તૈયાર છે, પરંતુ સ્કૂલ પોતાની મનમાની કરી રહી છે. એટલું જ નહી ફી ન ભરવાથી બાળકોને ઓનલાઇન ગ્રુપમાંથી બહાર નિકાળીને અભ્યાસ પણ બંધ કરી દીધો છે. વાલીઓએ કહ્યું કે એસડી જૈનના મેનેજમેન્ટ કમિટીના દીપક વૈદ્ય ફીને લઇને ખોટું બોલે છે. અમે એફઆરસીના અનુસાર ફી ભરવા માટે તૈયાર છે. તેના હજારો પુરાવા અમારી પાસે છે. 
 
એસડી જૈન સ્કૂલના ટ્રસ્ટી દીપક વૈધે જણાવ્યું હતું કે વિરોધ કરનાર વાલીઓની ઘણા વર્ષોની ફી બાકી છે. ફી માંગવા પર સ્કૂલને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે કોઇપણ વિદ્યાર્થીને ઓનલાઇન ગ્રુપમાંથી કાઢ્યો નથી. ટેક્નિકલ ખામીથી જો કોઇ નિકળી ગયું છે તો તેની જાણકારી નથી. વાલીઓએ કેટલી ફી ભરી છે અને કેટલી બાકી છે તેની યાદી એફઆરસીને મોકલી દીધી છે. વાલીઓ પાસેથી જૂની માંગી રહ્યા છે.