રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ઈમિગ્રેશનની લાઈનમાંથી છૂટકારો મળશે, 4 કાઉન્ટર શરૂ કરાયા

અમદાવાદથી વિદેશ જતાં મુસાફરોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે એરપોર્ટ ઓર્થોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મુસાફરોને ઈમિગ્રેશનની લાઈનમાં ઉભું રહેવાથી રાહત મળશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

જેના લીધે મુસાફરોને લાંબી કતારોમાં ઊભા રહીને સમયની વેડફાશે નહીં. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 નવા ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ કરાતા મુસાફરોને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી રાહત મળશે અને તેમના સમયની બચત થશે. આ સાથે વ્હીલચેર દ્વારા મુસાફરી કરતાં પેસેન્જરોને સામાન્ય લોકોની લાઈનમાં ઉભુ રહેવું પડે તે માટે અલગથી ઇમિગ્રેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરાતાં તેઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડશે નહીં.

એરપોર્ટ પરથી દરરોજ 17 જેટલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉડાન ભરે છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 17 જેટલી ઈન્ટરનેશનલ એરલાઇન્સ મારફતે વિદેશના અલગ અલગ 14 રૂટ પર 2500થી વધારે પૅસેન્જરો મુસાફરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચરમાં ઈમિગ્રેશનના 6 કાઉન્ટર હતા. ત્યારે ઘણી વખત મોડી રાત્રે એકસાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટના ડિપાર્ચરથી પેસેન્જરોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું. આ જ કારણોસર એરપોર્ટ પર હવે નવા 4 ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.