શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (13:59 IST)

પાટણમાં રાણકીવાવની ટિકીટનો મુદ્દો, કોંગ્રેસને ભીખમાં આટલા રૂપિયા મળ્યા

ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન પાટણની વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવની મુલાકાત સમયે ટિકીટ નહીં લીધી હોવાનો અખબારોમાં ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ ઐતિહાસિક વિરાસતને નિહાળવા માટેના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ એવી માંગ સાથે કોંગ્રેસે નેતાઓને ટીકિટના પૈસા ભરપાઈ કરવાની માંગ કરી હતી. પરંતુ ભરપાઈ ન કરતા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના ટિકિટના પૈસા ભરવા માટે હાથમાં ટોપલી લઇ ભિખારી બની બજારોમાં ભીખ માંગી અનોખી રીતે ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી હતી. અને એકત્ર થયેલ રકમ પીએમ રાહત ફંડ માં જમા કરાવી ટિકિટના પૈસા ભરપાઈ કરી દેવા અપીલ કરી હતી. કોંગ્રેસે ગલ્લા , કટોરી અને અન્ય પાત્રોમાં કાર્યકરો અને હોદેદારોને માંગેલ ભીખમાં કુલ 2287 રૂપિયા ભીખ આવી હતી. એક વ્યક્તિના 35 રૂ. લેખે 2450 રૂપિયા થાય છે. જેથી 163 રૂપિયા ઓછા પડ્યા હતા.