રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (16:58 IST)

ઘરમાં થયો હતો પેસ્ટ કંટ્રોલનો છંટકાવ, દમ ઘૂંટવાથી પતિ-પત્નીનુ મોત

પુણેમાં એક ઘરની અંદર કીટનાશકોનો છિંટકાવ એક દંપત્તિને માટે મોતની સબબ બની ગયો. મંગળવારે ઘરની અંદર કીટનાશકના છંટકાવને કારણે એક પતિ પત્નીનો દમ ઘૂંટવાથી મોત થઈ ગયુ. ગણેશ વિહાર સોસાયટીમાં રહી રહેલા આ મૃતક પતિ પત્નીની ઓળખ અપર્ણા મજલી (54)અને તેના પતિ અવિનાશ (64)ના રૂપમાં થઈ છે. પોલીસે આ વાતની માહિતી આપી. 
 
તપાસ કરનારે જણાવ્યુ કે તેમના ફ્લેટને 11 ફેબ્રુઆરીની સવારે કીટ નિયંત્રણ સેવાના રૂપમાં કેટાણુનાશકનો છંટકાવ કર્યો હતો. એ દિવસ દંપતિ પોતાના સંબંધીઓના ઘરે ગયા હતા અને સાંજે પોતાના ફ્લેટમાં પરત ફર્યા. 
 
ઘરે આવતા જ તેમને થોડો અહેસાસ થયો કે હાનિકારક ગેસ હજુ પણ હવામાં છે. કારણ કે બારીઓ બંધ હતી અને હવા બહાર નીકળવા માટે કોઈ સ્થાન નહોતુ. ઝેરીલી ગેસની અસર એટલી થઈ ગઈ કે દમ ઘૂંટવાથી અવિનાશ જમીન પર પડી ગયો અને શ્વાસ લેવામાં પત્નીને પણ પરેશાની થવા માંડી. 
 
તેમની પુત્રી સાંજે લગભગ 7 વાગ્યે ઘરે આવી અને પોતાના માતા પિતાને ગંભીર હાલતમાં જોઈને હેરાન થઈ ગઈ. ત્યારબાદ તરત તેણે મદદ માટે અવાજ લગાવ્યો. તેનો અવાજ સાંભળી પડોશી આવ્યા અને ત્મને 45 મિનિટના અંતર પર આવેલ ચિંતામણી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. 
 
પોલીસ અધિકારી આર એસ ઉસગાંવકરે કહ્યુ કે મૃતક દંપતિએ જરૂરી સાવધાની નહી રાખી જેને કારણે આ દુર્ઘટના બની.