1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (18:29 IST)

પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં એક વર્ષમાં 46% નો વધારો, વિધાનસભામાં રજૂ કર્યા આંકડા

Petrol Diesel rate increase
તળાજાના ધારાસભ્ય કનુ બરૈયાના પ્રશ્નના જવાબમાં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2020ની સરખામણીએ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં 46%નો વધારો થયો છે. ડેટા અનુસાર, પેટ્રોલ પર વેટ રૂ. 3,919.76 કરોડથી વધીને રૂ. 5,865.43 કરોડ થયો છે. એ જ રીતે ડીઝલ પર 8,753.58 કરોડ રૂપિયાની તુલનામાં 12,551.38 કરોડ રૂપિયા રહ્યા. 
 
આ સમયગાળા દરમિયાન કિંમતોમાં થયો વધારો 
15 એપ્રિલથી 3 નવેમ્બર સુધી, પેટ્રોલની કિંમતો 87.57 રૂપિયા પ્રતિ લિટરથી ઓછામાં ઓછા 20% વધીને 106.65 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ડીઝલની કિંમત 86.96 રૂપિયાથી વધીને 106.1 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ.
 
અમદાવાદ સ્થિત પેટ્રોલિયમ પ્રોડક્ટ ડીલરે જણાવ્યું હતું કે, "આનો મતલબ એવો થાય છે કે જો કોઈ કિંમતમાં વેટ વસૂલાતમાં અંદાજિત 20% વધારાને આભારી હોય તો પણ, સમગ્ર રાજ્યમાં ઈંધણના વપરાશમાં ઓછામાં ઓછો 20% વધારો થયો છે."
 
2021 ના બીજા છમાસિક ગાળા દરમિયાન ડીઝલની માંગમાં પણ થયો વધારો
ડીલરે કહ્યું: "બીજી લહેરના અંત પછી તરત જ બજારની હિલચાલ અને વ્યાપારી પ્રવૃત્તિ ફરી શરૂ થતાં, ઇંધણનો વપરાશ અપેક્ષા મુજબ વધ્યો." તેમણે વધુમાં ઉમેર્યું કે ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી આવી, 2021 ના ​​બીજા ભાગમાં ડીઝલની માંગ પણ છમાસિક દરમિયાન વધી.