ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (10:16 IST)

પ્રધાનમંત્રીએ મોરબીમાં દુર્ઘટનાના પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત, ઇતિહાસમાં પ્રથમ વખત બનશે આ ઘટના

morbi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટનાના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
 
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"PM @narendramodiએ PMNRF તરફથી મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓ માટે રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે."
 
મૃતકના પરિવારને 4 લાખની સહાય
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ તૂટી પડવાના અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપશે. તેમણે કહ્યું કે વડા પ્રધાને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ આપવાનું પણ કહ્યું હતું.
 
ઇતિહાસમાં પ્રથમ વખત બનશે ઘટના 
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના ઘટ્યાના 24 કલાક પૂર્ણ થાય તે પૂર્વે મૃતકના પરિવારજનોના ખાતામાં રૂપિયા જમા થશે. ઈજાગ્રસ્તોને પણ પરિવારજનોના ખાતામાં રૂપિયા જમા થશે. સાંજના 4 વાગ્યા સુધીમાં મોટા ભાગના મૃતકના પરિવારજનો ના ખાતામાં સરકાર સહાય નિધિ જમા કરાવશે.
 
ડોકટરો માટે સંઘર્ષ
મોરબીના રહેવાસી સુમિત્રા ઠક્કર પણ એક NGOના સભ્ય છે. સાથીદારોને ઈજાગ્રસ્તો માટે ડોકટરો શોધવામાં મુશ્કેલી પડી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સુમિત્રાએ કહ્યું કે “આજે રવિવાર છે અને મને જાણ કરવામાં આવી હતી કે ફેસ્ટિવલ સિઝનને કારણે પ્રાઈવેટ હોસ્પિટલોમાં બહુ ઓછા ડોકટરો છે. આજની ઘટનાએ મને 1979ની માચુ ડેમ દુર્ઘટનાની યાદ અપાવી.
 
પરિસ્થિતિને સંભાળવા માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખાનગી તબીબો અને પેરામેડિક્સની મદદ લેવી પડી હતી. રાજ્યના અન્ય ભાગોમાંથી 30 લોકોની ટીમ મોકલવામાં આવી છે.