શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (23:21 IST)

નવો જલિયાવાલા બાગ - પીએમ મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા અમૃતસરમાં જલિયાવાલા બાગના રીડેવલપ્ડ કૈપસનુ ઉદ્દઘાટન કર્યુ, કહ્યુ શહીદોના સપના અહી વસ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમૃતસરમાં જલિયાંવાલા બાગના નવા સ્વરૂપનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું. ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને મારા પ્રણામ. માતા ભારતીના તે સંતાનોને પણ સલામ, જેમણે અંદર સળગી રહેલી સ્વતંત્રતાની જ્યોતને ઓલવવા માટે અમાનવીયતાની તમામ હદ પાર કરી.
 
એ માસૂમ છોકરા-છોકરીઓ, બહેનો, ભાઈઓ, જેમના સપના આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં ગોળીઓના નિશાનમાં દેખાય છે. એ  શહીદી કુવો જ્યાં અસંખ્ય માતાઓ-બહેનોનો પ્રેમ છીનવાઈ ગયો, તેમનો જીવ છીનવી લેવામા આવ્યો ગયો. એ બધાને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.