મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (18:27 IST)

મોદીનો અવાજ બનનારો હવે ધર્માંતરણનો આરોપી - બે વાર મોદી સાથે મંચ પર આવી ચુક્યો છે ધરપકડ પામેલ ઈરફાન, PM એ તેની પીઠ પણ થપથપાવી

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા જ ધર્મપરિવર્તનનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે. રાજ્યની ATS સતત ધરપકડ કરી રહી છે. મંગળવારે મહારાષ્ટ્રના બીડમાંથી  ઇરફાન ખ્વાજા ખાનને ધરપકડ કરવામાં આવી હતી. તે મિનિસ્ટ્રી ઓફ ચાઈલ્ડ વેલફેયરમાં ઈંટરપ્રેટેટર(ટ્રાંસલેશન કરનારો) )નુ કામ  કરે છે. ઉલ્લેખનીય છે કે  આ તે જ ઇરફાન છે જેણે 2017 અને 2020 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બે વાર મંચ શેર કર્યો હતો. આ બંને કાર્યક્રમોમાં ઇરફાને વડા પ્રધાન મોદીના ભાષણને બહેરા લોકોને ઇશારા દ્વારા સમજાવ્યું હતું. મતલબ જે લોકો સાંભળી નથી શકતા તેમને મોદીના ભાષણ ઈશારાથી સમજાવ્યુ. 
 
બીજો કાર્યક્રમ પ્રયાગરાજમાં  29 ફેબ્રુઆરી 2020 ના રોજ થયો હતો.  અહીં પણ ઇરફાન પીએમ મોદીના ટ્રાંસલેટર તરીકે આવ્યો હતો.  કાર્યક્રમ બાદ પીએમ મોદી ઇરફાન પાસેપહોંચ્યા હતા અને પીઠ થપથપાવી હતી. ત્યારબાદ ઇરફાને મીડિયાને એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાનની પ્રશંસાના બે શબ્દો મેળવવું મારા માટે ભાગ્યની વાત છે. હું આ ક્ષણને હંમેશા માટે યાદ કરીશ.
 
શુ કહે છે જવાબદાર  ? 
 
આ કેસમાં યુપી  ATS ના  IG જીકે ગોસ્વામી કહે છે કે ઇરફાન મિનિસ્ટ્રી ઓફ ચાઈલ્ડ વેલફેયરમાં એક જવાબદાર પોસ્ટ પર પોસ્ટેડ હતો  તે કોઈ કાર્યક્રમમાં PM સાથે જોડાયો હશે. અમારી તપાસમાં બહાર આવ્યું છે કે તે ધર્મપરિવર્તનના કેસમાં સામેલ હતો. તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. હજી આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
 
 
ATS નો દાવા - આ બહેરા ગૂંગા બાળકોનુ ધર્માતરણ કરાવતો હતો. 
 
બતાવાય રહ્યુ છે કે ઈરફાન  તે હિન્દુ અને અન્ય ધર્મોના બહેરાગૂંગા બાળકોને ઇસ્લામ ધર્મ અપનાવવા પ્રેરિત કરતો હતો. તે બાળકો સામેબીજા ધર્મની ખામીઓ કાઢતો અને તેમને ઉશ્કેરતો હતો. એટલું જ નહીં, બહેરા અને ગૂંગા બાળકોની યાદી પણ ધર્માતરણ કરાવનારા મૌલાના ઉમર ગૌતમ અને જહાંગીર આલમને પહોંચાડતો હતો.