ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (22:34 IST)

હું જુહાપુરાનો ડોન', અમીન મારવાડીએ હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

ગુજરાત સરકાર આરોપીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી શરૂ કરી છે. સખત કાયદાની અસર પણ જોવા મળી રહી છે. જોકે પોતાને જુહાપુરાના ડોન ગણાવતાં અમીન મારવાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. 
 
અમીન મારવાડી હવામાં ગોળીબારી કરીને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગોળીબારીનો આ વીડિયો પોલીસ પર હુમલાના એક દિવસ પહેલાં વાયરલ થયો, જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. 
 
વીડિયોમાં એક આદમી કુર્તો અને ટોપી પહેરી બંદૂક સાથે હવામાં ફાયર કરતો જોવા મળી રહ્યો હતો. વીડિયોમાં દેખાતો વ્યક્તિ પોતાને જુહાપુરાનો ડોન ગણાવી રહ્યો છે. 
 
તે કહી રહ્યો છે ''અમીન મારવાડી, છે કોઇ બીજું, હું જ પઠાણ છું... પઠાન. અમારી પાસે આટલી બટાલિયન છે, ઇતિહાસ સાક્ષી છે, કોઇ મુસલમાનોની બટાલિયન છે, અમારી સાત પેઢી દાદા-નાના સબ બેટરીમેન છે.' 
 
જુહાપુરાના કુખ્યાત આરોપી અમીન મારવાડીએ ગુરૂવારે રાત્રે કાર સાથે ટક્કર મારીને પોલીસકર્મીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાના સાથી પોલીસકર્મીને મારવાનો પ્રયત્ન કરનાર અમીન મારવાડીને સાત પોલીસકર્મીઓએ જીવના જોખમે ધરપકડ કરી હતી. 
 
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે કુખ્યાત અમીન મારવાડી ઘાતક હથિયાર સાથે પસાર થવાનો હતો. પોલીસે ગુપ્ત સૂચના આધારે પહેલાં નજર રાખવામાં આવતી હતી. આ દરમિયાન જ્યારે તેની કાર ત્યાંથી પસાર થઇ તો તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપી પોલીસ કોન્ટેબલને ટક્કર મારીને ભાગવાનો પ્રયત્ન કર્યો. 
 
ત્યારબાદ પોલીસે નજર રાખીને આરોપીને દબોચી લીધો. વેજલપુર પોલીસે આરોપી પાસેથી વિદ્યુત રિવોલ્વર, તલવાર, ચાકૂ અને બેસબોલ સાથે ધરપકડ કરી લીધી છે