ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (23:32 IST)

પ્રદિપસિંહ જાડેજા આવતીકાલે વસ્ત્રાલ ખાતે કરશે મતદાન

સમૃદ્ધ લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવું તે આવશ્યક છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પરિવાર સાથે સવારે ૯ કલાકે મતદાન કરશે.


આવતીકાલે તા. ૨૧-૨-૨૦૨૧ના  રોજ સવારે ૯-૦૦ વાગ્યે પ્રદિપસિંહ જાડેજા માધવ વિદ્યા સંકુલ, માધવ પાર્ક, રતનપુરા, વસ્ત્રાલના મતદાન મથકે રુમ નંબર- ૭માં મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


શ્રેષ્ઠ લોકતંત્રની સ્થાપના માટે તમામ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા ગૃહ મંત્રીએ અનુરોધ કર્યો છે. લોકતાંત્રિક પ્રક્રિયાને સશક્ત બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ મતાધિકાર છે તેમ જણાવી નાગરિકોને પોતાના મનપસંદ ઉમેદવારોને પસંદ કરી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ પણ કર્યો હતો.


લોકશાહીના પાવન પર્વમાં મતદાન કરવું અત્યંત અનિવાર્ય છે ત્યારે યુવાઓ પણ વિશેષ ઉત્સાહ દાખવી પોતાના મતદાનનો વધુને વધુ ઉપયોગ કરે એ જરૂરી છે.