શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (10:29 IST)

પાર્કિંગના ચાર્જ મુદ્દે પ્રહ્લાદ મોદીએ કર્યો હોબાળો, 'કાર જમા કરી શકો છો, પણ હું ચાર્જ તો નહીં જ ચૂકવું'

અમદાવાદ એરપોર્ટ હમણાં છેલ્લા કેટલાક સમયથી સતત કોઇને કોઇ વિવાદને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે વધુ કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિદ્વારથી પરેલા પ્રહ્લાદ મોદી પાસે જ્યારે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જની માંગણી કરતાં હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી અને હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. જેને લઇને હોબાળો થયો હતો અને બાદમાં તેમને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દેવાયા હતા.
 
તેમણે જણાવ્યું હતું કે હું હંમેશા કાર રોડ પર ઉભું રખાવું છે અને જ્યારે ટર્મિનલમાં આવ્યું ત્યારે ડ્રાઇવરને ફોન કરું ત્યારે તે આવી જાય છે અને તરત જ બેસીને નીકળી જાવ છું. ગઇકાલે હરિદ્વારથી આવ્યો ત્યારે પણ મેં ટર્મિનલમાંથી બહાર નિકળીને કાર મંગાવી હતી અને કારમાં બેસીને નિકળી ગયો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે 90 રૂપિયા માંગ્યા હતા. પરંતુ મારી ગાડી 10 મિનિટ પણ રોકાઇ નથી અને ના તો મેં પાર્કિંગ કાર મુકી નથી તો ચાર્જ શું કામ ચૂકવું?  
 
અદાણીને એરપોર્ટનું સંચાલન કરવા માટે આપ્યું છે, તો ટર્મિનલની અંદરની વ્યવસ્થામાં ધ્યાન આપે. બહાર આવતાં વાહનો પાસે સરકાર રોડ ટેક્સ વસૂલે છે. તમે કાર જમા લઈ કેસ કરી શકો છે, પરંતુ હું ચાર્જ તો નહીં જ ચૂકવું. જોકે આ સમય દરમિયાન અધિકારીનો સંપર્ક ન થતાં છેવટે ચાર્જ લીધા વગર તેમને જવા દીધા હતા.