મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (09:15 IST)

અમદાવાદમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી, 4ને ઇજા, 1 નું મોત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં બે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની 4 ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટી સોસાયટીમાં આજે વહેલી સવારે 5 વાગે બ્લાસ્ટ થતાં બે મકાનો ધરાશાયી થઇ ગયા હતા. 
આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ફાયર દ્રારા રેસ્ક્યુ કરી સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં બે મહિલા અને બે પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનામાં 55 વર્ષીય ભાવનાબેન પટેલનું મોત નિપજ્યું છે.
 
પ્રાથમિક તપાસમાં ગેસ લિકેજના કારણે બ્લાસ્ટની ઘટના સર્જાઇ હોવાનું બહાર આવ્યું છે.