શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (11:35 IST)

પ્રવિણભાઈ મળ્યા પણ હજી સુઘી આ સવાલોના જવાબ નથી મળી શક્યા

આખરે વીએસપીના નેતા પ્રવીણ તોગડિયા સોમવારે સાંજે ચંદ્રમણિ હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા પરંતુ હજુ પણ કેટલાંય સવાલો એવા છે જેના જવાબ નથી મળી શક્યાં.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તોગડિયા બદ્રેશ નજીક કોતર પુર રોડ પર સોમવારે સાંજે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તે સત્યને શોધવા માટે આખો દિવસ શું થયુ તે સમગ્ર ઘટનાની તપાસ કરશે. શહેરના ટોચના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અમને વિશ્વ હિન્દુ પરિષદએ તોગડિયાને શોધવા માટે વિનંતી કરી હતી. તેમના જણાવ્યા મુજબ તોગડિયા VHP ઑફિસમાંથી સવારે 10.45 વાગે ગુમ થઈ ગયા હતા.

તેઓ સૌથી પહેલા તોગડિયાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે અને પછી આખા દિવસ દરમિયાન તેમના લોકેશનની ભાળ મેળવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાઢી રાખતો VHPનો જ એક માણસ ધીરુ કપૂરિયા તોગડિયા સાથે રિક્ષામાં હતો. તે તોગડિયા વિષે જે કહેવાયુ છે તે સાચુ છે કે નહિ તે અંગે પણ તપાસ કરશે.પોલીસ હાલમાં કપૂરિયાની તપાસ કરી રહી છે પરંતુ VHPના જનરલ સેક્રેટરી રણછોડ ભરવાડ સહિત ટોચના હોદ્દેદારો હાલમાં કપૂરિયા વિષે હોઠ સીવીને બેઠા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, અમે એ પણ તપાસ કરશું કે તોગડિયાનો ફોન કેમ સ્વીચ ઑફ હતો અને તે સોમવારે સાંજે કોતરપુર કેવી રીતે પહોંચ્યા. જે લોકોનો તોગડિયા સાથે સંપર્ક હતો તેમની હજુ સુધી ભાળ નથી મેળવી શકાઈ. ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અમે તોગડિયા પાલડીની VHP ઑફિસમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે હતા તે ધીરુભાઈના કૉલ રેકોર્ડ્સ પણ મંગાવ્યા છે. અમારી ટીમ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જે વ્યક્તિએ 108ને ફોન કર્યો અને તોગડિયા વિષે જાણ કરી તેની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ.