શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (09:02 IST)

ગુજરાતમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીને મંજૂરી આપતા બિલને રાષ્ટ્રપતિની મહોર

bhupendra patel
ગુજરાતમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીને મંજૂરી આપતા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે.
 
એનડીટીવીના અહેવાલ અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કેક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ 144ના ઉલ્લંઘનમાં વિરોધ કરી રહેલા લોકો સામે ફોજદારી કેસો મુદ્દે ગુજરાત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.
 
આ બિલ ભારતીય દંડસંહિતાની કલમ 144 સીઆરપીસી હેઠળ જારી કરવામાં આવેલા નિષેધાત્મક આદેશોના કોઈ પણ ઉલ્લંઘનને કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ હુકમનો અનાદર) હેઠળ નોંધનીય ગુનો બનાવવા માગે છે.
 
ક્રિમિનલ પ્રોસિજર કોડ (ગુજરાત સુધારો) બિલ, 2021ને ગયા વર્ષે માર્ચમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
 
હવે તેને રાષ્ટ્રપતિ દ્વારા મહોર મારવામાં આવી છે.
 
બિલના નિવેદન અને ઑબ્જેક્ટ્સ અનુસાર, ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મૅજિસ્ટ્રેટને સીઆરપીસી કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કરવાનો અધિકાર છે, જેમાં કોઈ પણ વ્યક્તિને કોઈ ચોક્કસ કાર્યથી દૂર રહેવા અથવા જાહેર શાંતિનો ભંગ થતા રોકવા માટે ચોક્કસ આદેશ આપવાનો નિર્દેશ સામેલ છે.