ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (14:57 IST)

જાણો રાહુલ ગાંધી અને સોનિયાજીએ વિઝિટર બુકમાં શું લખ્યું?

કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક પૂર્વે અમદાવાદમાં ગાંધીઆશ્રમ આવેલા કોંગ્રેસના સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં સૌપ્રથમ સર્વધર્મ સભામાં હાજર રહ્યા હતા. સોનિયા અને રાહુલ ગાંધી સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ગાંધી આશ્રમમાં સર્વધર્મ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત વખતે સોનિયા ગાંધીએ વિઝિટર બુકમાં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.
જેમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘આશ્રમની મુલાકાત એ મારા માટે સૌથી પ્રેરણાદાયી રહી છે…મહાત્માના જીવન તેમજ તેમના બલિદાનથી અમે સૌ પ્રેરિત થયા છીએ.’ આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિઝિટર બુકમાં લખ્યું કે, ‘ખૂબજ પ્રેરણાત્મક સ્થળ. અમારા નેતાની જ્યોતને જીવંત રાખવા બદલ ખૂબ ખૂબ આભાર.’ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓએ ત્યારબાદમાં શાહીબાદ સરદાર સ્મારક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.