ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (15:17 IST)

ઓઢવના બોધી ઇન્ટરનેશનલ સ્પામાં દરોડા, સ્પામાંથી મિઝોરમ,નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યની 8 યુવતીઓ મળી આવી

spa center
અમદાવાદમાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. બહારથી યુવતીઓને સ્પાના કામ માટે બોલાવીને સ્પાના નામે કુટણખાનું ચલાવતા સ્પાના માલિક સહિત પાંચ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ યુવતીઓ પાસે બહારથી ગ્રાહકો બોલાવીને સ્પાની આડમાં સેક્સ પ્રવૃત્તિ ચલાવતા સ્પાના માલિક સહિત પાંચ સામે પોલીસે કાયદાનો ગાળિયો કસ્યો છે. પોલીસે ત્રણ ગ્રાહકો, માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને સ્પામાંથી મિઝોરમ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યની આઠ યુવતીઓ મળી આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં પોલીસને ઓઢવમાં રિંગરોડ પર સ્થિત ધર્મકુંજ આર્કેડમાં બોધી ઈન્ટરનેશનલ સ્પામાં બોડી મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે આ સ્પામાં એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો. તેણે આ સ્પામાં જઈને સ્પાના માલિક પાસે મસાજની સાથે યુવતીની માંગ કરી હતી. તેની માંગ સ્પાના માલિકે પુરી કરતાં તેણે પોલીસને સિગ્નલ આપ્યું હતું અને બહાર ઉભેલી પોલીસે સ્પામાં રેડ કરી હતી.

પોલીસે સ્પામાં રેડ કરતાં તેના માલિકને નામ પુછતાં તેણે રાહુલ વાળંદ જણાવ્યું હતું. તેણે પોલીસે મોકલેલા ડમી ગ્રાહક પાસેથી એક હજાર રૂપિયા લઈને તેને કોન્ડોમનું પેકેડ આપીને એક રૂમમાં મોકલ્યો હતો.પોલીસે સ્પામાં વધુમાં તપાસ કરતાં ત્યાં અલગ અલગ રૂમમાં ત્રણ ગ્રાહકો પકડાયા હતાં. આ સ્પાની અંદર મીઝોરમ, નાગાલેન્ડ અને અન્ય રાજ્યોમાંથી યુવતીઓને બોલાવવામાં આવતી હતી અને તેમને એક હજાર રૂપિયામાં ગ્રાહક આપવામાં આવતો હતો. પોલીસે રેડ કરતાં આ સ્પામાંથી આઠ યુવતીઓ, ત્રણ ગ્રાહકો અને સ્પાના માલિક સહિત તેને મદદ કરનારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.