મંગળવાર, 1 જુલાઈ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (13:10 IST)

નશાકારક સિરપ વેચતા સ્ટોર્સ પર દરોડા: જામનગર, ડીસા, અડાલજમાં પોલીસે જથ્થો ઝડપ્યો

police bharati
બનાસકાંઠાના ડીસાના ભીલડી પોલીસે ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપ્યો છે. ભીલડી ગામે અંજની પાર્લરના ગોડાઉનમાંથી એક હજાર 90 જેટલી બોટલ સહિત એક લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..ગેરકાયદેસર રીતે લાયસન્સ, પરવાના કે આધાર પુરાવા વગર સિરપનો જથ્થો હોવાનુ જણાયુ હતુ.

પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી.જામનગર શહેરમાંથી પણ નશાકારક સિરપનો જ્થ્થો મળ્યો છે.દીપ પાન નામની દુકાનમાંથી હર્બલ ટોનિક પ્રોડક્ટના નામે વેચાણ કરાતા શંકાસ્પદ નશાયુક્ત કેફી પીણાનો જથ્થો સી ડિવિઝન પોલીસે ઝડ્યો છે. 96 જેટલી બોટલ સાથે 14 હજાર 400નો મુદ્દામાલ ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી કરી છે. અડાલજ ખાતે પોરગામમાં આવેલા પાર્લર પરથી સિરપ મળી આવી હતી.બે પાર્લર પરથી કુલ 90 જેટલી બોટલ જપ્ત કરવામાં આવી હતી.આ 90 બોટલમાં આયુર્વેદીક દવાના નામને અન્ય સીરપ હોવાનું સામે આવ્યું હતું.

ગાંધીનગર પોલીસે બે આરોપી સાથે 13 હજાર 140 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. સુરત શહેરમાં પણ મેડિકલ સ્ટોર પર સુરત એસઓજી અને પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા.સુરત શહેરના અલગ અલગ મેડિકલ સ્ટોર પર દરોડા પાડી બે હજારથી વધુ નશાકારક સિરપ ઝડપી પાડી છે. જેઓ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા હતા.ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા છે. આ સમગ્ર કેસની તપાસમાં લાગેલી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જેમાં એક ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે. ખેડા LCBએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે.