શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (08:03 IST)

સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ - આજથી બે દિવસ રાજકોટ સહિત સમગ્ર સૌરષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અઘિકારીએ બેઠકમા સહભાગી થતા જણાવ્યુ હતુ કે છે કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં આગામી બે દિવસ એટલે  15 અને 16 સપ્ટેમ્બરના રોજ  જુનાગઢ,રાજકોટ,વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. આ જીલ્લાઓને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે તથા દેવભુમી દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ,અમરેલી, ભાવનગર,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,નવસારી માં ભારે વરસાદની સંભાવના રહેલી છે તા 15 થી 18 સપ્ટેમ્બર સુધી  ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર,દેવભુમી ઘ્વારકા માં અતિ  ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી તા. 16 થી 18 સપ્ટેબર સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા. 18 થી 19 સપ્ટેમ્બર  સુઘી બનાસકાંઠા,પાટણ,નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ જાય તેમ જણાવ્યુ હતું 
 
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી તારીખ 15,17 અને 22ના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ થવાની પણ શક્યતા છે.
 
રાજ્યમાં 20 એનડીઆરેફની ટીમ તૈનાત
 
ગુજરાતમાં વરસાદ ને પગલે એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માં 15 ટીમો કામગીરી કરી રહી છે. ગાંધીનગર અને વડોદરામાં 1-1 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સફળતાપૂર્વક સ્થળાંતર ની કામગીરી કરવામાં આવી રહી છે.
 
ગુજરાતની 15 ટીમો ઉપરાંત એનડીઆરએફની વધુ પાંચ ટીમો પંજાબ અને અન્ય વિસ્તારોમાંથી ગુજરાત આવી ચૂકી છે. જે પાંચ ટીમો ને રાજકોટ, પોરબંદર અને અન્ય વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. હવામાન વિભાગની  ભારે વરસાદની આગાહી ને પગલે એનડીઆરએફ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હોવાની વિગતો એનડીઆરએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા આપવામાં આવી હતી.
 
સતત બે કલાક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં પૂર્વ કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ, ભચાઉમાં બે કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીધામ, આદિપુર અને કંડલામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. તો આ તરફ પશ્ચિમ કચ્છના ભુજ, માધાપર, ભુજોડી, માનકુવા, માંડવી સહિતના વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો હતો.