સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 જુલાઈ 2022 (17:28 IST)

ગુજરાતની સરહદે આવેલું નડાબેટ સમુદ્રમાં ફેરવાયો, પાણી ભરી જવાથી બદલી ગયો નડાબેટનો નજારો

Nadabet is located on the border of Gujarat
બનાસકાંઠાના સીમાવર્તી વિસ્તાર એટલે જે નડાબેટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયો છે. ભારત -પાકિસ્તાન સીમાની પાસે નડાબેટ વિસ્તારના રણમાં હવે સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે. તેનાથી નડાબેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અહીં અજીબગરીબ દ્રશ્ય બન્યા છે. 
 
ભારે વરસાદના કારણે ભારત-પાકિસ્તાન સીમા પર બનેલું વિશાળ નડાબેટ રણ સમુદ્રમાં ફેરવાઈ ગયો છે. વરસાદના પાણીના કારણે નડાબેટનો રણ સમુદ્રમાં બદલી જવાથી પર્યટકો અહીં સ્નાનના મજા માણી રહ્યા છે. જ્યાં બારેમાસે રેણ છે વરસાદના પાણી ભરતા જ તળાવ બની જાય છે. નડાબેટ રણના સુંદર દ્ર્શ્ય જોવા મળી રહ્યા છે. 

અફાટ રણ દરિયો બન્યું
બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલો નડાબેટ વિસ્તાર હાલ દરિયા જેવો બની ગયો છે. જેથી નડાબેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અજાયબ લાગે તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે. રણકાંઠો દરિયો બનતા અનેક પ્રવાસીઓએ અહીં નાહવાની મજા લીધી હતી.