શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:21 IST)

રાજયમાં સરેરાશ ૬૬.૪૪ ટકાથી વધુ વરસાદ : ૯ જળાશયો છલકાયા

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૫ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૧.૫૫ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૬ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૩.૮૭ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૦૬ ટકા વરસાદ થયો છે.  

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૮૪,૫૯૨, દમણગંગામાં ૧,૪૯,૧૭૧, ઉકાઇમાં ૧,૩૧,૦૬૩, સુખીમાં ૫૪,૯૭૪, કરજણમાં ૨૭,૯૮૧,  કડાણામાં ૭,૭૭૮, પાટાડુંગરીમાં ૬,૦૮૧, વેર- ૨માં ૫,૧૬૯, બલદેવામાં ૪,૯૧૯, પાનમમાં ૪,૦૭૭, ઉમરિયા ૪,૦૦૮, ઝૂઝમાં ૩,૫૧૮, પીગુટમાં ૨,૪૦૬, ડોસવાડામાં ૨,૧૦૮, કેલિયામાં ૨,૦૯૯, દેવમાં ૧,૯૭૬, ધોલીમાં ૧,૪૬૧, આજી-૩માં ૧,૧૯૪ અને વાણાકબોરીમાં ૧,૧૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૭૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૦૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૮.૦૧ ટકા એટલે ૨,૧૧,૬૨૪.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.